શ્રી ઇડર પ્રજાકિય વિદ્યોત્તેજક સમિતિ , ઇડર સંચાલિત
તલકચંદ મ્યાચંદ શાહ મહિલા આર્ટ્સ કોલેજ , ઇડર આપનું હાર્દિક સ્વાગત કરે છે.
            પ્રાચીન અને પ્રાકૃતિક પરિવેશથી સમૃધ્ધ ગુજરાતના પૂર્વોત્તર સીમાડે , અરવલ્લીની ગિરીમાળાઓની દક્ષિણ ટૂકે આવેલું ઇડર નગર અનેક રીતે સમૃધ્ધ છે. એ સમૃધ્ધિમાં ઉમેરો કરતી ફક્ત બહેનો માટેની ઉચ્ચ શિક્ષણની સંસ્થા ' તલકચંદ મ્યાચંદ શાહ મહિલા આર્ટ્સ કોલેજ , ઇડર ' આપણાં સમાજની બહેનો-કન્યાઓને એક નવી રાહ ચિંધવા માટે ' કન્યા કેળવણી અભિયાન ' ની શરૂઆત કરેલ છે. આપણા વિસ્તારની દરેક દિકરી ઉચ્ચ શિક્ષણ મેળવી પોતાના કુટુંબને શિક્ષણ અને સંસ્કારોથી સમૃધ્ધ કરે અને કુટુંબની સુખાકારી વધારવામાં હિસ્સેદાર બને તેવો આ અભિયાન દ્વારા આ સંસ્થાએ સંકલ્પ કર્યો છે.
પ્રિન્સિપાલશ્રી નો સંદેશો
ડૉ.કરૂણા એસ.ત્રિવેદી (આચાર્ય શ્રી)
મહિલા આર્ટ્સ કોલેજ, ઇડર
            કોઈ પણ રાષ્ટ્રની સમૃધ્ધિનો આધાર તેનો શિક્ષિત સમાજ છે. શિક્ષિત સમાજના માળખાના ભાગરૂપે વ્યવસ્થાઓમાં ઉચ્ચશિક્ષણ કેન્દ્રીય બિંદુ તરીકે સદાને માટે રહેવાનુ છે. કારણ કે રાષ્ટ્રનું યુવાધન કયા માર્ગે વાળવુ અને કયા માર્ગે વળશે તે સર્વે બાબતો ઉચ્ચશિક્ષણની વ્યવસ્થા ઉપર આધારિત છે....
સંસ્થાની વિશેષતાઓ
૨૧મી સદી એ જ્ઞાનની સદી છે. આપણાં દરેક નાગરિકમાં તેની બહુવિધ ક્ષમતા-દરેક ક્ષેત્રમાં નેતૃત્વ , તમામ પ્રકારની સજ્જતા-વિશેનું ઉત્કૃષ્ટ અભિયાન-જ્ઞાનની સાત ધારાઓ તે સપ્તધારા
'Social Awakening Through Girls Education' એવા એક ઉમદા હેતુથી જૂન ૧૯૯૨ થી ઇડર પ્રજાકીય વિધ્ધોત્તેજક સમિતિ દ્ધારા આ કોલેજની સ્થાપના થયેલી જે આજે પણ સમગ્ર ઇડર તાલુકાની આ એક માત્ર મહિલા કોલેજ છે.
સ્નાતક અને અનુસનાતકનું શિક્ષણ આપતી અમારી આ કોલેજમાં B.A. Programme માં Gujarati અને Sanskrit વિષયો core comp. તરીકે ચાલે છે તથા એ વિષયો ઉપરાંત સમાજશાસ્ત્ર , Functional Eng.Indian Epic Treditim , Environment Science & Dissaster Managment સહયોગી વિષયો તરીકે શીખવવામાં આવે છે.
B.A Programme CBCS Pattern દાખલ કરવામાં આવી છે.
B.A. Programme with Gujarati & San.(Core Camp), Sans. Gujarati & Soci. As an ele tive open(s.s.) Functional Eng. & Indian Epic Trading As elective Generic તરીકે દાખલ કરવામાં આવ્યા છે.
નિયત અભ્યાસક્રમની સાથે સાથે સેમિનાર/પરિસંવાદ/કવીઝ , ગૃપ ડીટક્શન તથા વિધાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય તે હેતુ થી સપ્તધારાના કાર્યક્રમોનું આયોજન નિયમિતપણે થાય છે. જેમાં મોટી સંખ્યામાં વિધ્યાર્થીનીઓ ભાગ લે છે.
પ્રકાશન
કોલેજના નિયમો
નિયમ-૧
          આ કોલેજમાં દાખલ થનાર દરેકે કોલેજના શિસ્ત અંગેના તમામ નિયમોનું પાલન કરવાનું રહેશે.કોઇ પણ પ્રકારની ગેરશિસ્ત આચારનારની સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે અને ગંભીર ગેરરીતિ આચારનારનો પ્રવેશ રદ કરવામાં આવશે.
1
2
3
4
5
6
7
8
9
10
11
12
Copyright © 2016 Mahila Arts College, Idar. All Rights Reserved.
Design & Developed By : KTS Bharat