શ્રી ઇડર પ્રજાકિય વિદ્યોત્તેજક સમિતિ , ઇડર સંચાલિત
પ્રિન્સિપાલશ્રી નો સંદેશો
ડૉ.કરૂણા એસ.ત્રિવેદી (આચાર્ય શ્રી)
મહિલા આર્ટ્સ કોલેજ, ઇડર
            કોઈ પણ રાષ્ટ્રની સમૃધ્ધિનો આધાર તેનો શિક્ષિત સમાજ છે. શિક્ષિત સમાજના માળખાના ભાગરૂપે વ્યવસ્થાઓમાં ઉચ્ચશિક્ષણ કેન્દ્રીય બિંદુ તરીકે સદાને માટે રહેવાનુ છે. કારણ કે રાષ્ટ્રનું યુવાધન કયા માર્ગે વાળવુ અને કયા માર્ગે વળશે તે સર્વે બાબતો ઉચ્ચશિક્ષણની વ્યવસ્થા ઉપર આધારિત છે. કેળવણી વિશે મહાત્મા ગાંધીએ કહ્યું છે કે " કેળવણી એટલે મનુષ્યના શરીર, મન અને આત્મામાં જ ઉત્તમ અંશો હોય તેનો સર્વાંગી વિકાસ સાધીને તેને આદર માણવા." અક્ષરજ્ઞાનએ કેળવણીનું અંતિમ ધ્યેય નથી. પ્રવર્તમાન સમયમાં શિક્ષણના મહાયજ્ઞમાં અનેક હાથનો સહયોગ હોવો અનિવાર્ય છે. શિક્ષણના આ મહાયજ્ઞમાં વિધ્યાર્થીઓ, અધ્યાપકો, સંચાલક મંડળ અને સમાજ આ બધાજ સંઘ ભાવનાથી જોડાય તો ઉત્તમોત્તમ ફલશ્રુતિ પ્રાપ્ત કરી શકાય છે. મૂલ્યનિષ્ઠ અને રોજગારલક્ષી શિક્ષણ અમારી સંસ્થાનો સંકલ્પ છે.
Copyright © 2016 Mahila Arts College, Idar. All Rights Reserved.
Design & Developed By : KTS Bharat