શ્રી ઇડર પ્રજાકિય વિદ્યોત્તેજક સમિતિ , ઇડર સંચાલિત
તલકચંદ મ્યાચંદ શાહ મહિલા આર્ટ્સ કોલેજ , ઇડર આપનું હાર્દિક સ્વાગત કરે છે.
            પ્રાચીન અને પ્રાકૃતિક પરિવેશથી સમૃધ્ધ ગુજરાતના પૂર્વોત્તર સીમાડે , અરવલ્લીની ગિરીમાળાઓની દક્ષિણ ટૂકે આવેલું ઇડર નગર અનેક રીતે સમૃધ્ધ છે. એ સમૃધ્ધિમાં ઉમેરો કરતી ફક્ત બહેનો માટેની ઉચ્ચ શિક્ષણની સંસ્થા ' તલકચંદ મ્યાચંદ શાહ મહિલા આર્ટ્સ કોલેજ , ઇડર ' આપણાં સમાજની બહેનો-કન્યાઓને એક નવી રાહ ચિંધવા માટે ' કન્યા કેળવણી અભિયાન ' ની શરૂઆત કરેલ છે. આપણા વિસ્તારની દરેક દિકરી ઉચ્ચ શિક્ષણ મેળવી પોતાના કુટુંબને શિક્ષણ અને સંસ્કારોથી સમૃધ્ધ કરે અને કુટુંબની સુખાકારી વધારવામાં હિસ્સેદાર બને તેવો આ અભિયાન દ્વારા આ સંસ્થાએ સંકલ્પ કર્યો છે.

            વિધ્યાની દેવી સરસ્વતી પોતે માતા છે ત્યારે આપણા સમાજની દિકરી શિક્ષણથી વંચિત કેમ રહી શકે! ઘરમાં દિકરી ઓછામાં ઓછી ગ્રેજ્યુએટ તો હોવી જ જોઈએ. જો દિકરી ગ્રેજ્યુએટ હશે તો તેને તેની સાસરીમાં ગૌરવપદ માન સન્માન મળશે જ એ તેનો સૌથી મોટો લાભ છે.

            આ કોલેજમાં ફકત બહેનો માટે સ્વતંત્ર , સુંદર અને પરિવારિક વાતાવરણમાં વિષય નિષ્ણાત અને ભાવનાશીલ અધ્યાપકો દ્વારા જીવનલક્ષી શિક્ષણ આપવામાં આવે છે. સ્ત્રીસશક્તિકરણ અને સરકારશ્રીના કન્યા કેળવણી અભિયાન સાથે કદમ મિલાવવા બહેનોએ પણ જાગૃત બનવું પડશે.

            તો આવો આપણે સૌ મહિલા આર્ટ્સ કોલેજ-ઇડરના કન્યા કેળવણી અભિયાનમાં જોડાઈને દિકરીના ભવિષ્યને સુરક્ષિત કરીએ. દિકરીને સાસરીયે દહેજ નહીં પણ શિક્ષણ આપીને મોકલીએ.
Copyright © 2016 Mahila Arts College, Idar. All Rights Reserved.
Design & Developed By : KTS Bharat